બટાટા

પાવડર જેવા ભીંગડા

Spongospora subterranea

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ફરતે ફાટેલ કિનારીવાળી ભંગાણ પડેલ ત્વચા સાથે ઘેરા રંગના નાના છીછરા ઝખમ.
  • જ્યાં વિશાળ વિસ્તારો અસરગ્રસ્ત હોય છે, તે જૂથમાં વ્યક્તિગત રીતે દેખાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

બટાટા

લક્ષણો

જમીનની ઉપર કોઈ લાક્ષણિકતા હોતી નથી. બટાકાના કંદ પરના પ્રારંભિક લક્ષણો તરીકે નાના, સહેજ ઉપસેલા, આછા જાંબુડી-કથ્થાઈ રંગની ફોલ્લીઓ હોય છે, જે આકારે ગોળ અને દેખાવમાં લીસી અને નરમ હોય છે. જેમજેમ તેનું કદ વધે છે, તે એકરૂપ થાય છે અને બટાકાની છાલ પર મોટા, અનિયમિત આકારના જખમની રચના કરે છે. ત્યાર બાદ તે ફાટે છે, અને બટાકાના કંદની છાલ તૂટી જવાથી બુચ જેવા છીછરી ફુગની રચના કરે છે જે ભીંગડા તરીકે ઓળખાય છે. સોજા, ફોલ્લા અથવા મસાઓ વિકસે છે, જેનાથી બટાકા નોંધપાત્ર રીતે વિકૃત બને છે અને તેને બિન-વેચાણપાત્ર બનાવે છે. વધુ ભેજવાળી જમીનમાં, જખમ અંદરની તરફ વિકસે છે, ઊંડો ખાડો બનાવે છે અને આંતરિક પેશીઓના વિશાળ ભાગનો નાશ કરે છે. આ અનિયમિતતા સંગ્રહ દરમિયાન પણ વધવાનું ચાલુ રહે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ રોગ સામે કોઈ વૈકલ્પિક સારવાર ઉપલબ્ધ નથી, તેથી તેને અટકાવવાના પ્રયોગો લાગુ કરવા માટે ખાતરી કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કેટલાક કિસ્સાઓમાં મોટે ભાગે પર્યાવરણીય પરિસ્થિતિઓ અને જમીનના પ્રકાર પર આધાર રાખીને, જમીનમાં મેટમ સોડિયમ કે ફ્લ્યુઝીનમ નાખવાથી પણ સારું પરિણામ મળે છે.

તે શાના કારણે થયું?

આ પાવડર જેવા ભીંગડા ભૂમિ જન્ય જીવાણુ(સ્પોનગોસ્પોરા સુબટેરેને) દ્વારા નિર્માણ થાય છે અને તે જમીનમાં છ વર્ષ સુધી ટકી શકે છે. આ રોગ સામાન્ય રીતે ઠંડા તાપમાન (12 થી 18° સે) અને ભારે તથા પાણીનો ભરાવો થાય તેવી એસિડિક જમીનમાં વધુ જોવા મળે છે. એકાંતરે ભેજવાળું અને સૂકું હવામાન પણ રોગના વિકાસમાં મદદરૂપ થાય છે. ચેપગ્રસ્ત બિયારણના કંદ, કપડા, સાધનો અને ખાતર જીવાણુના વાહક હોઈ શકે છે. કંદના નિર્માણ સમયે વધતી ટોચ, આંખો અથવા જખમ મારફતે ચેપની શરૂઆત થઇ શકે છે. કાટ જેવા બટાકા ની પ્રજાતિ આ રોગ પ્રત્યે વધુ સહનશીલ હોય છે અને નુકસાનના થોડા જ લક્ષણો દર્શાવે છે. આ પાવડર જેવા ભીંગડાનો રોગ છાંયડામાં ઉગતી વનસ્પતિની કેટલીય પ્રજાતિને અસર કરી શકે છે, ઉદાહરણ તરીકે ટમેટા.


નિવારક પગલાં

  • બિયારણના વેપારી પાસે સ્થિતિસ્થાપક જાતોની તપાસ કરો.
  • પ્રમાણિત સ્રોતો તરફથી મેળવેલ તંદુરસ્ત બિયારણની સામગ્રીનો ઉપયોગ કરો.
  • એક સારી સંકલિત પાકની ફેરબદલીની પદ્ધતિ અમલમાં મુકો.
  • પાણીનો ભરાવો ન થયો હોય તેવી સારી સુકાયેલ જમીનમાં વાવણી કરો.
  • ખેતર અને આસપાસમાં છાંયડામાં ઉગતા કુટુંબના વૈકલ્પિક યજમાનની તપાસ કરો અને તેમને નાબૂદ કરો.
  • પીએચને નિયંત્રિત કરવા માટે તમારી જમીનમાં સલ્ફર લાગુ કરો.
  • તમારી સાધનસામગ્રી, કપડાં અને સાધનો ને જીવાણુમુક્ત કરવા ખાસ કાળજી લો.
  • જે પ્રાણીઓને ભીંગડાં યુક્ત બટાકાં ખવડાવેલ હોય તેનું ખાતર લાગુ કરવું નહિ.
  • લણણી પછી ઊંડી ખેડ અને માટીને સૂર્યપ્રકાશમાં ખુલ્લી રાખવાથી પણ મદદ મળી રહે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો